સમાજમાં કાયદાકીય જાગૃતિના હેતુથી ‘LIFE GROUP’ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

સમાજમાં કાયદાકીય જાગૃતિના હેતુથી ‘LIFE GROUP’ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસારના ઉદ્દેશ સાથે તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ ભવન દ્વારા સતત કરવામાં આવતી શૈક્ષણિક અને સામાજિક જનજાગૃતિ પ્રવૃત્તિઓની શ્રેણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનના ‘LIFE GROUP’ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ કાયદાકીય અને સામાજિક વિષયો અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન રિદ્ધિ મહેશભાઈ ગણાત્રા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. પાવલ જયસુખભાઈ બાબરિયા દ્વારા ‘એક દેશ, એક કાયદો – UCC’, રવિભાઈ રણાભાઈ ચાવડા દ્વારા જાહેર હિતની અરજી (PIL), ઘેલો જયસુખભાઈ દેસાઈ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ – માનવ અધિકારનું અભિન્ન અંગ તથા વૈશાલી કિશોરભાઈ પંડ્યા દ્વારા મહિલાઓના અધિકારો જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે જાગૃતિસભર માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને તેમના કાયદાકીય અધિકારો, ન્યાય મેળવવાના સાધનો, ગ્રાહક અધિકારો, મહિલાઓના અધિકારો અને જાહેર હિતના કાયદાકીય ઉપાયો અંગે માહિતગાર કરવાનો હતો. વિવિધ વિષયોને સરળ અને વ્યવહારુ રીતે રજૂ કરીને કાયદાકીય જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્રવૃત્તિ ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ માંજરિયાના માર્ગદર્શન હેઠળ સતત આયોજિત થતી ભવનની જનજાગૃતિ પ્રવૃત્તિઓનો એક ભાગ છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક રીતે રજૂ કરવાની તક મળે છે તથા તેમનામાં સામાજિક જવાબદારી અને માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા વિકસે છે.

આ પ્રસંગે ભવન તરફથી ચિંતનકુમાર શકોરિયા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને ઉત્સાહવર્ધન પૂરું પાડ્યું હતું.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા શિક્ષણને સમાજ સાથે જોડવાના પ્રયાસરૂપે આયોજિત આ કાર્યક્રમ કાયદાકીય જાગૃતિ, માનવ અધિકારો અને સામાજિક સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યો હતો.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

07-10-2026